જસદણ

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે. શ્રી નરેશભાઈ પટેલે આજે પ્રવાસના પાંચમા દિવસે રાજકોટ જિલ્લાના જસદણનો પ્રવાસ કર્યો હતો. જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મા ખોડલની આરતી કરી હતી. ઉપસ્થિત લોકોએ શ્રી નરેશભાઈ પટેલનું સ્વાગત-સન્માન કર્યું હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુ ને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી. જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.

Related posts

જસદણ PGVCLની પ્રીમાનસનની કામગીરીની પોલ ખોલી,જસદણમાં PGVCL તંત્રની બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા

Rajesh Limbasiya

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” કાર્યક્રમની મારા ગામ “ડોડીયાળા” ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya

જસદણ શહેરમાં હાથ ઊંછીના આપેલ પૈસાની પરત માગણી કરતા ફરિયાદી દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ જેની સાચી હકીકતોને ધ્યાને લઈને જામીન અરજી મંજૂર કરતી જસદણ કોર્ટ

Rajesh Limbasiya