જસદણ

જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું.

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે. શ્રી નરેશભાઈ પટેલે આજે પ્રવાસના પાંચમા દિવસે રાજકોટ જિલ્લાના જસદણનો પ્રવાસ કર્યો હતો. જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન ખાતે શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મા ખોડલની આરતી કરી હતી. ઉપસ્થિત લોકોએ શ્રી નરેશભાઈ પટેલનું સ્વાગત-સન્માન કર્યું હતું. આ તકે શ્રી નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુ ને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી. જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.

Related posts

જસદણ રામેશ્વર મંદિર ખાતે ભવ્ય સત્સંગ યોજાયો હતો મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા

Rajesh Limbasiya

મહાત્મા ગાંધીજયંતીની – ઉજવણીજસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્રારા આરોહણ પ્રોજેક્ટ -3 હેઠળ ગાંધીજયંતી ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું.

Rajesh Limbasiya

જસદણના હનુમાન ખારચિયા ગામે વાડી વિસ્તારનો બનાવ 10 વર્ષીય બાળક રમતા રમતા ઝાડ ઉપર ચડ્યા બાદ નીચે પટકાતા બાળકને પેટના ભાગે લાકડું ફસાયું,

Rajesh Limbasiya