જસદણ

જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ…

જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં કાળી ચૌદસના રાત્રી સમયે અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં
જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આઈ. એમ. સરવૈયા સાહેબ અને જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી – એડવોકેટ ( ગુજરાત હાઇકોર્ટ) દ્વારા જસદણ સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામની મુલાકાત લીધેલ અને નાગરિકોને અંધશ્રદ્ધા અંતર્ગત માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ અને પી.એસ.આઇ. આઈ.એમ.સરવૈયા સાહેબ જણાવેલ કે લોકોમાં શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અંધશ્રધ્ધાથી દૂર રહેવું જોઈએ તેવો સંદેશો આપેલ તેમજ સ્વામી વિવેકાનંદ મોક્ષધામના પ્રમુખ જે.ડી. ઢોલરીયા તેમજ ધીરુભાઈ છાયાણી તેમજ કમિટી મેમ્બરો દ્વારા આવેલ નાગરિકો માટે ભજીયાનો અલ્પહાર રાખવામાં આવેલ અને દિવાળીની અને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવેલ તેમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ

Related posts

જસદણ શ્રીનાથજી હવેલી ખાતે શ્રી વૈષ્ણવ આચાર્ય 1008 શ્રી પ્રભુજી મહારાજની પધરામણી કરાઈ ભવ્ય હિંડોળા દર્શનનું આયોજન કરાયું

Rajesh Limbasiya

પ્રભુ સદભાવના સેવા સમિતિ જસદણ નાના નાના બાળકોને સ્કૂલે ન જતા હોય તેવા બાળકોને સ્કૂલે મોકલવા માટે ઝુંબેશ શરૂ કર્યો છે

Rajesh Limbasiya

જસદણના ચિતલીયા ડુંગર ખાતે શીતળા સાતમ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ શીતળા માં ના દર્શન કર્યા

Rajesh Limbasiya