જસદણ

જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન

ગુજરાત પોલીસ વિભાગની એક નવા અભિગમ પહેલના અનુસંધાને રાજકોટ જિલ્લાના પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સાહેબની સુચનાથી અને ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલા સાહેબના માર્ગદર્શન સાથે, જસદણ પોલીસ સ્ટેશનના પી.આઇ. ટી.પી. જાની સાહેબના સહયોગથી જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આઈ.એમ.સરવૈયા સાહેબના અઘ્યક્ષ સ્થાને જસદણ પોલીસ સ્ટેશન ખાતે નવરાત્રી અને દશેરા જેવા ધાર્મિક તહેવારના અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં જસદણના શહેરના ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી અશોકભાઈ ધાધલ, જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનશ્રી પંકજભાઈ ચાંવ, બિલ્ડરશ્રી કુલદીપભાઈ પટગીર, સામાજિક આગેવાન નરેશભાઈ દરેડ તેમજ ધીરુભાઈ છાયાણી, એડવોકેટ પ્રકાશ પ્રજાપતી તેમજ લઘુમતિ સમાજના સામાજિક અગ્રણી રફિકભાઈ રાવાણી, ઇલિયાસભાઈ લોહિયા, ઉદ્યોગપતિ ઇમરાનભાઈ ખીમાણી તેમજ વિવિધ સમાજના રાજકીય, સામાજિક, શૈક્ષણિક આગેવાનો તેમજ વેપારી અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના શહેરીજનો હાજર રહેલ. આ શાંતિ સમિતિ મિટિંગમાં જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.- આઈ.એમ. સરવૈયા સાહેબે માહિતી માર્ગદર્શન આપેલ અને જસદણ પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે તેવું જણાવેલ અને આ શાંતિ સમિતિ મીટીંગની વ્યવસ્થા જસદણ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.વી. રોજસરા સાહેબ દ્વારા કરવામાં આવેલ તેમ જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા તેમની યાદીમાં જણાવેલ છે.

Related posts

જસદણ વિસ્તારમાં બાળકી સાથે નરાધામે કર્યા અડપલાં

Rajesh Limbasiya

જસદણ શાકમાર્કેટ ખાતે શાક માર્કેટ કા રાજા બિરાજમાન થયા ગણપતિ દાદાની ભવ્ય ઉજવણી કરાય

Rajesh Limbasiya

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર,રાજકોટમાંથી ડો. ભરત બોઘરાનું પણ નામ, તો કેન્દ્રના મંત્રીઓ અને નેતાઓની ફોજ ઉતરશે પ્રચારમાં

Rajesh Limbasiya