જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે. તો સર્વે ધર્મપ્રેમી જનતાને આ નાટક નિહાળવા માટે મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. દર વર્ષે નવરાત્રી મંડળ દ્વારા થતી આવકમાંથી પક્ષીઓ માટે ચણ તેમજ ગૌશાળામાં ગાયો માટે નીરણની વ્યવસ્થા કરવામાં આવે છે.તેમજ જુદાં -જુદાં ચરિત્રોને રજુ કરીને આવા ઐતિહાસિક પાત્રોને જીવંત રાખવાનું કામ નવરાત્રી સેવા શક્તિ મંડળ જીવાપર દ્વારા કરવામાં આવે છે.
