વિછીયા તાલુકાના વેરાવળ ગામે વર્ષોથી પડતર પડેલા હિફલી કૂવે જવા માટેના રોડનું સીસી રોડ તેમજ બ્લોક નાખીને રોડનું સુંદર મજાનું કામ કરવામાં આવ્યું જેમાં વેરાવળ ગામના સરપંચ શ્રી ની આગેવાનીમાં આજે તારીખ 24 10 2023 ના રોજ વેરાવળ ગામના તમામ આગેવાનોને સાથે રાખી હીફલી કૂવે જવા માટેના રોડને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો આ રોડ થતાની સાથે જ ગામના તમામ લોકો ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે અને લોકોને મો મીઠું કરાવી આવીજ રીતે ગામની અંદર જુના જટિલ તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ વેરાવળ ગ્રામ પંચાયત થકી થાય અને ગામની અંદર એકતા અખંડતા ટકી રહે તે માટે હર હંમેશની માટે વેરાવળ ગામના સરપંચ શ્રી ના પ્રયાસ રહેલા છે
