રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ મથકે 16 વર્ષની સગીરાનું અપહરણ થયા અંગેની ફરિયાદ નોંધાઈ છે. આ ગુનામાં આરોપી તરીકે ગઢડીયા ગામે રહેતા રવિ વિનુભાઈ ચાવડાનું નામ અપાયું છે.આરોપી સગીરાને ભગાડી ગયાનો આક્ષેપ થતા પોલીસે શોધખોળ હાથ ધરી છે. જસદણ પંથકમાં રહેતી 16 વર્ષની સગીરા તા. 24/7/2023ના રોજ ઘરેથી જતી રહી હોય પરિવારના સભ્યોએ તેની શોધખોળ કરી હતી. આડોશ-પાડોશમાં અને સગાસંબંધીઓમાં તપાસ કર્યાબાદ પર સગીરા મળી આવી નહોતી દરમિયાન ગઢડીયા ગામે રહેતો રવિ ચાવડા સગીરાના સંપર્કમાં હતો. તેવું પરિવારના સભ્યોને જાણવા મળતા ગઢડીયાના રવિના ઘરે તપાસ કરી હતી. પરંતુ રવિ પણ તેના ઘરે હાજર ન હોય અને ક્યાંક જતો રહ્યો હોય તે સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે અપહરણ કરી ગયો હોવાની શંકાએ ફરિયાદ નોંધાઈ છે. જસદણ પોલીસે ફરિયાદના આધારે હાલ આઈપીસી 363, 366 મુજબ ગુનો નોંધ્યો છે,સગીરા અને અપહરણ કર્તા આરોપી રવિ ચાવડાની શોધખોળ હાથ ધરાઈ છે. વધુ તપાસ પીઆઈતપન જાની દ્વારા ચલાવવામાં આવી રહી છે.
રીપોર્ટ:-હેમાલ પરમાર ,જસદણ
