જસદણ

જસદણના જીવાપરમાં જમીનના વિવાદમાં નારણભાઇને ધમકી,જીવાપરના મનુ દાફડા તેની પત્ની હંસા દાફડા સામે ફરિયાદ

મળતી વિગત મુજબ જીવાપર ગામમાં પ્રાથમીક શાળાની બાજુમાં રહેતા નારણભાઇ ગાંડુભાઇ બોદર (ઉ.૪૫) એ આટકોટ પોલીસ મથકમાં ગામમાંજ રહેતા મનુ માવજીભાઇ દાફડા અને તેની પત્ની હંસા દાફડા સામે ફરિયાદ નોંધાવી છે. નારણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે પોતે ગામ નજીક વાવનામની સીમમાં આવેલી પોતાની વાડીએ હતા ત્યારે જમીનના વિવાદમાં કોર્ટ કેસ ચાલતો હોઇ, તે કેસ પોતે જીતી જતા પોતાની વાડીના વંડકાનું પાણી બાજુની જમીનમાં જતા તે બાબતનો ખાર રાખી મનુ માવજીભાઇ દાફડા અને તેની પત્ની હંસા દાફડાએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોતે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.એચ. સીસોદીયા સહિતે તપાસ હાથ ધરી છે.

Related posts

જસદણના ગેબનશા સોસાયટીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા 7 લોકો ઝડપાયા

Rajesh Limbasiya

જસદણના જંગવડ ગામેં ગત રાત્રિના સમયે અકસ્માત સર્જાયો બે લોકો થયા ઇજાગ્રસ્ત

Rajesh Limbasiya

રાજકોટમાં વડાપ્રધાનના હસ્તે ૨૭મી એ ૨૦૦૦ કરોડના વિકાસકામોનું થશે લોકાર્પણ, એરપોર્ટથી રેસકોર્સ સુધી યોજાશે રોડ-શો

Rajesh Limbasiya