જસદણ

જસદણના જીવાપરમાં જમીનના વિવાદમાં નારણભાઇને ધમકી,જીવાપરના મનુ દાફડા તેની પત્ની હંસા દાફડા સામે ફરિયાદ

મળતી વિગત મુજબ જીવાપર ગામમાં પ્રાથમીક શાળાની બાજુમાં રહેતા નારણભાઇ ગાંડુભાઇ બોદર (ઉ.૪૫) એ આટકોટ પોલીસ મથકમાં ગામમાંજ રહેતા મનુ માવજીભાઇ દાફડા અને તેની પત્ની હંસા દાફડા સામે ફરિયાદ નોંધાવી છે. નારણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે પોતે ગામ નજીક વાવનામની સીમમાં આવેલી પોતાની વાડીએ હતા ત્યારે જમીનના વિવાદમાં કોર્ટ કેસ ચાલતો હોઇ, તે કેસ પોતે જીતી જતા પોતાની વાડીના વંડકાનું પાણી બાજુની જમીનમાં જતા તે બાબતનો ખાર રાખી મનુ માવજીભાઇ દાફડા અને તેની પત્ની હંસા દાફડાએ બોલાચાલી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોતે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. જે.એચ. સીસોદીયા સહિતે તપાસ હાથ ધરી છે.

Related posts

જસદણના ભડલી ગામ નજીક અફીણ પકડ્યું

Rajesh Limbasiya

જસદણના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં ગર્ભાશયની કોથળી માંથી 60 થી પણ વધારે ગાંઠો કાઢી સફળતાપૂર્વક ઓપરેશન કરાયું

Rajesh Limbasiya

જસદણના કોઠી ગામેથી રાજકોટ ગ્રામ્ય LCB ની રેડ દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો

Rajesh Limbasiya