જસદણ

જસદણના ગોખલાણા ગામે પાંચ વાડીમાંથી ઇલે. મોટર-વાયરની ચોરી.

જસદણના ગોખલાણા ગામે તસ્‍કરો પાંચ વાડીમાંથી ઇલેકટ્રીક મોટર, કેબલ વાયર તથા પાઇપ ચોરી કરી ગયા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ગોખલાણા ગામે રહેતા ગોબરભાઇ દુદાભાઇ ખેતરીયા, મગનભાઇ શામજીભાઇ, બાબુભાઇ તળશીભાઇ, મકુભાઇ જીવરાજભાઇએ વાવવા રાખેલ વાડીમાંથી તથા રામજીભાઇ દેવરાજભાઇની વાડીમાંથી તસ્‍કરો બોરના કુવામાંથી ઇલેકટ્રીક મોટર નંગ-5, કેબલ વાયર તથા પાઇપ, કિ. રૂ.51,000 ની ચોરી કરી ગયા હતાં. આ અંગે ગોબરભાઇએ ફરીયાદ કરતા જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા

Rajesh Limbasiya

જસદણના ખંડા હડમતીયા ગામ નજીક જુગાર રમતા 9 લોકો ઝડપાયા

Rajesh Limbasiya

જસદણ બાપાસીતારામ યુવક મંડળ દ્વારા ગણપતી બાપ્પાને 56 ભોગનો પ્રસાદ ધરાયો.

Rajesh Limbasiya