જસદણ

કમળાપુર ગામમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓએ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી

કમળાપુર ગામમાં આંગણવાડીમાં નાના નાના ભૂલકાઓએ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરી અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો,”જેમાં બાળકોને આંગણવાડી વર્કર કિહલા રસીલાબેન તથા હેલ્પર જોશી પારુલબેન દ્વારા નવરાત્રી વિશે સમજ આપી અને આનંદથી ઉત્સાહથી રાસ દાંડિયા બાળકો અને વર્કર બહેનો બંને સાથે રાસ દાંડિયા લીધા, તેમજ નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવવામાં આવે છે માતા આદ્યશક્તિ અંબા માતાએ મહિષાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે મહિષાસુર રાક્ષસ મરાયો અંબા માતાએ મહિષાસુર રાક્ષસ નો વધ કરીને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્યો તેની ખુશીમાં લોકો માતાજીના નવ દિવસ સુધી ગુણગાન ગરબા રાસ વગેરે નવ દિવસ સુધી રાત્રે ગરબા રાસ દાંડિયા લઈને આનંદ ઉત્સાહભેર આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


Related posts

ઘેલા સોમનાથ મંદિર ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

Rajesh Limbasiya

જીવાપર સેવા શક્તિ મંડળ દ્વારા દર વર્ષે ઐતિહાસિક નાટકો ભજવીને નવરાત્રીના ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમા નોરતે જોગીદાસ ખુમાણ( કુડંલા નો ઇતિહાસ)એ ઐતિહાસિક નાટક સાતમા નોરતે શનિવારે ભજવવામાં આવશે.

Rajesh Limbasiya

સરદાર ધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરિયાનું નિવેદન આપ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓ શોપિંગ કરવા જાય તો કમરે રિવોલ્વર લટકતી હોવી જોઈએ તેવું નિવેદન આપ્યું હતુંબાદમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ આઅંગે નિવેદન

Rajesh Limbasiya