જસદણ

જસદણ સરકારી હોસ્પિટલમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી.

જસદણ સરકારીમાં આજે હોસ્પિટલમાં ટીબીમુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને નીક્ષયમિત્રો દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. આ અનવયે તા. તા.29/09/25 ના રોજ સરકારી હોસ્પિટલ જસદણ ખાતે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા 30 ટીબીના દર્દીઓને પોષણ આહાર કીટ આપવામાં આવી.આજરોજ જસદણ સરકારી હોસ્પિટલમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા 30 ટીબીના દર્દીઓને મગ ચણા, સોયાબીન, રાજમાં, પંચરત્ન દાળ,મગદાળ, ચણાદાળ, તુવેરદાળ , ચોળા, ચોખા, સીંગદાણા, ખજૂર, ગોળ, દાળિયા ની પોષણ કીટ આપવામાં આવી.આ કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલના અધિક્ષકશ્રી ડો. રાકેશ મૈત્રી , તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સી.કે.રામ, અને જસદણ સરકારી હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.અધિકારીઓ દ્વારા દર્દીઓને નિયમિત સારવાર પૂર્ણ કરી ટીબીમુક્ત થવા માટેનું આહવાન પણ કરવામાં આવ્યું.આપશ્રી પણ ટીબીના દર્દીઓને પોષણ આહાર કીટ આપી ને ટીબી મુકત ભારત અભિયાનના આ સેવાયજ્ઞમાં સહભાગી થઈ શકો છો.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ

Related posts

૨૬ લાખની જાલી નોટોના દેશવ્યાપી કૌભાંડના મુખ્ય આરોપીના હાઈકોર્ટ દારા જામીન મંજુર

Rajesh Limbasiya

જસદણના ગઢડીયા ગામે 45 વર્ષિય પુરુષનો આભઘાત

Rajesh Limbasiya

જસદણ તાલુકાના બાખલવડ ગામેથી જુગાર રમતા 8 લોકોની જસદણ પોલીસે ધરપકડ કરી

Rajesh Limbasiya