રાજકોટ જિલ્લાપંચાયત દ્વારા માનનીય વડાપ્રધાન મોદીજી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે લોકાર્પણ કાર્યક્રમ માં પધારવાના હોય તેમને સત્કારવાના આયોજન ના ભાગરૂપે વીરનગર સહકારી દૂધ મંડળી ખાતે પ્રભારી શ્રી નવીનપરી ગોસ્વામી રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંઆટકોટ સીટ ના રાજકોટ જિલ્લા પંચાયત સીટના ગામો જેમકે આટકોટ, વીરનગર,પાંચવડા, જસાપર, ખારસીયા,બળધોઈ, ચિતલીયા, નાની લાખાવાડ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો,ગ્રામ પંચાયતના સરપંચો, સદસ્યો, તાલુકા પંચાયત ના સદસ્યો, દૂધ તેમજ સહકારી મંડળીઓ ના મેમ્બઓ, સમાજના આગેવાઓ પધાર્યા હતા.
