જસદણ તાલુકાના આટકોટ માં આવેલ શ્રી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ૩૮ વર્ષના દર્દી, દુખાવો સતત રહેતો હોવાથી હોસ્પિટલ માં સારવાર માટે પહોંચ્યા હતા. ત્યારે ગાયનેક વિભાગના ડૉ. રાહુલ સિંહાર અને ડૉ. કુલદિપ રાઠોડ દ્વારા દર્દીના તમામ જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને દર્દીને ગર્ભાશયમાં મોટી ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ દર્દીનું ઓપરેશન ડૉ. રાહુલ સિંહાર અને ડૉ.કુલદિપ રાઠોડ તેમજ તેમની ટિમ તથા ડૉ.હાર્દિક દુધાત્રા તેમજ તેમની ટીમ દ્વારા અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજી માધ્યમથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન ડૉ. નવનીત બોદર અને તેમની ટીમ દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી માં કરવામાં આવેલું. દર્દી અને પરિવારજનોએ આટકોટ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની તમામ ડોક્ટર ટીમ તેમજ હોસ્પિટલના સ્વપ્ન દ્રષ્ટા ડોક્ટર ભરતભાઈ બોઘરા તેમજ હોસ્પિટલમાં જોડાયેલા તમામ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો…
