જસદણ

અધુરા માસે અને અતિશય ઓછા વજને જન્મેલા બાળકને આટકોટની કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલમાં નવજીવન મળ્યું

800 ગ્રામના બાળકને એક મહિના સુધી એન.આઇ.સી.યુમાં સારવાર બાદ બાળકને રજા આપાઇ

વધુ પડતુ પ્રિમેચ્યોર અને 800 ગ્રામથી ઓછા વજન ધરાવતા નવજાત બાળકોના ૫૦ ટકા મૃત્યુ થવાની શકયતા રહેતી હોય છે. તેવા સમયે આટકોટની કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલમાં બાળકો વિભાગના ડોકટરો ટીમે અધુરા માસે જન્મેલા 800 ગ્રામના બાળકને 14 દિવસ વેન્ટિલેટર પર અને એક માસ સુધી એન.આઇ.સી.યુમાં સધન સારવાર આપીને જીવ બચાવ્યા બાદ તેને રજા આપતા પરિવારમાં ખુશી છવાઇ ગઇ હતી.

કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેસ્યાલીટી હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પ્રસૃતિની પીડા ઉપડતા સારવાર માટે પરિવારજનો મહિલાને હોસ્પિટલ લાવ્યા હતાં. બાળકનું વજન માત્ર 800 ગ્રામ જેટલું જ હતું. અધુરા માસે બાળકનો જન્મ થયો હતો. તે બાળકની હાલત ગંભીર હોવાથી બાળકોના વિભાગના ડો. રાધિકા નંદાણીના માર્ગદર્શન હેઠળ રેસીડન્ટ ડોકટરો તથા નર્સિગ સ્ટાફ ટીમે સધન સારવાર આપી હતી.

બાળકના ફેંફસા કાચા થઇ ગયા હોવાથી પાકા કરવા માટે ભારે ઇન્જેકશન આપવામાં આવ્યાં હતાં. જોકે બાળકને 14 દિવસ વેન્ટીલેટર, એક મહિનો એન.આઈ.સી.યુમાં સારવાર આપી હતી. જેથી બાળકના વજનમાં વધારો થઇને એક કિલો 10 ગ્રામ થયુ છે. જોકે બાળકની તબિયતમાં સુધારો આવતા રજા આપવામાં આવી હતી.

ડો. રાધિકા નંદાણીએ કહ્યું કે, અગાઉ આ પ્રકારે બાળકો જન્મતા તો રાજકોટ જવું પડતું હતું. પરંતુ હવે આટકોટમાં જ આ સુવિધા ઉભી થતાં હવે બાળકોના જીવ બચી રહ્યાં છે. અધુરા માસે જન્મેલા બાળકોને ફેફસા, કિડની,લીવર, ઇન્ફેકશન,અંગો વિકાસતા નથી, ફેફસા પુરતા કામ કરતા નથી સહિતની તકલીફ થાય છે. નોર્મલ 2 કિલો 80 ગ્રામ બાળકો જન્મ થાય છે. જોકે 2 કિલો 50 ગ્રામ વજન ધરાવતા બાળકો બિમાર થવાની સકયતા છે. અને બે કિલોથી ઓછુ વજન ધરાવતા બાળકની તકલીફ વધુ થાવાની સકયતા છે. જયારે વધુ પડતુ પ્રિમેચ્યોર પ્રસૃતિ અને 800 ગ્રામથી ઓછા વજનના બાળકોના 50 ટકા મૃત્યુ થવાની સકયતા છે. તેવા સમયે અધુરા માસે અને માત્ર 800 ગ્રામ વજન ધરવાતા બાળકને કે.ડી.પરવાડિયા હોસ્પિટલના બાળકો વિભાગના ડોકટરો તથા નર્સિગ સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને સારવાર આપીને નવ જીવન આપ્યુ હતું.

બાળકના પિતાએ કહ્યું કે, આટકોટ કે.ડી.પરવાડિયા હોસ્પિટલના સ્ટાફની સાથે સાથે તમામ ટ્રસ્ટીઓ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરત બોઘરા, હોસ્પિટલના એડમીન ડોક્ટર નવનીત બોદર સહિતના લોકો દ્વારા ઉમદા સારવાર ઉભી કરવામાં આવી છે. તેનો હું આભારી છું જેના કારણે સામાન્ય લોકોને પોષણક્ષમ ભાવમાં સારામાં સારી સુવિધા ઘર આંગણે ઉભી કરવામાં આવી છે. જેના કારણે મારા જેવા અનેક લોકોના બાળકોને નવું જીવન મળી રહ્યું છે.

રિપોર્ટ :-રસિક વિસાવળિયા

Related posts

જસદણના ચિતલીયા ડુંગર ખાતે ભવ્ય મેળાનું આયોજન

Rajesh Limbasiya

જસદણના આટકોટ માં હાર્ટ એટેક થી મહિલાનો મોત

Rajesh Limbasiya

જસદણ ન્યાયાલય દ્વારા જસદણ શહેરની સરકારી કુમાર તાલુકા શાળામાં કાયદાકીય-કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ

Rajesh Limbasiya