જસદણ ના મફતિયા પરા વિસ્તારમાં દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ આરતી, પૂજા અને પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ ગણપતી ઉત્સવમાં સોસાયટીના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાઈને ગણપતી બાપ્પાની પૂજા-અર્ચના કરે છે. ત્યારે બાપાસીતારામ યુવક મંડળ ગણપતી બાપ્પાને 56 ભોગનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો. ગણપતી બાપ્પાને ધરવામાં આવેલ 56 ભોગના ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
