જસદણના ગોખલાણા ગામે તસ્કરો પાંચ વાડીમાંથી ઇલેકટ્રીક મોટર, કેબલ વાયર તથા પાઇપ ચોરી કરી ગયા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ગોખલાણા ગામે રહેતા ગોબરભાઇ દુદાભાઇ ખેતરીયા, મગનભાઇ શામજીભાઇ, બાબુભાઇ તળશીભાઇ, મકુભાઇ જીવરાજભાઇએ વાવવા રાખેલ વાડીમાંથી તથા રામજીભાઇ દેવરાજભાઇની વાડીમાંથી તસ્કરો બોરના કુવામાંથી ઇલેકટ્રીક મોટર નંગ-5, કેબલ વાયર તથા પાઇપ, કિ. રૂ.51,000 ની ચોરી કરી ગયા હતાં. આ અંગે ગોબરભાઇએ ફરીયાદ કરતા જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
