જસદણ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયા થી સતત ચોરીના બનાવ વધી રહ્યા છે ત્યારે વધુ એક ચોરીનો બનાવો જસદણમાં સામે આવ્યો છે ત્યારે ગઈ રાત્રીના સમયે કોઈ અજાણા લોકો સોલિટર સોસાયટીમાંથી બે ટુ વ્હીલર ની ચોરી કરી ચોરો ભાગી છૂટ્યા હતા સવાર પડતા જ ટુવીલર માલિક તપાસ કરતા તેમની ટુ-વ્હીલર ન મળતા આજુબાજુના ગામના વિસ્તારોમાં તપાસ કરતા હિંગળગઢ ગામની વીડ માંથી બે ટુ વ્હીલર છે તે મળી આવ્યા હતા હાલ જસદણ શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવ વધી રહ્યા છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે ત્યારે સ્થાનિકોની માંગણી છે કે રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ છે તે વધારવામાં આવે તેવી સ્થાનિકો માંગણી કરી રહ્યા છે
