જસદણ

જસદણમાં ચિતલીયા રોડ પર રહેતા 43 વર્ષીય મહિલાનો તેના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત.

જસદણમાં ચિતલીયા રોડ પર આવેલ ગોવિંદનગરમાં રહેતા દયાબેન ગીરીશભાઈ કાપડીયા(ઉ.વ.43) એ પોતાના ઘરે એકલતાનો લાભ ઉઠાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતા તેમના પરિવારજનો તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા અને દયાબેનને જસદણની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે દયાબેનને મૃત જાહેર કરતા પરિવારજનો શોકાતુર થઈ ગયા હતા. આ આપઘાતના બનાવની જાણ કરાતા જસદણ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક દયાબેનના પતિ હીરા ઘસવાનું કામ કરે અને તેમને સંતાનમાં બે દીકરા છે. પરંતુ દયાબેને અગમ્યકારણોસર આ પગલું ભરી લેતા બન્ને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. હાલ આ આપઘાતના બનાવની વધુ તપાસ જસદણ પોલીસ ચલાવી રહી છે.

Related posts

જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજું માયાવાકી જંગલ સમસ્ત કાળાસર ,લીલાપુર ,ફુલઝર ગામના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાશે

Rajesh Limbasiya

અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જસદણ શહેરની ગરબીઓમાં ચકલીના માળા અને કિચન વિતરણ

Rajesh Limbasiya

જસદણ તાલુકાના બાખલવડ ગામેથી જુગાર રમતા 8 લોકોની જસદણ પોલીસે ધરપકડ કરી

Rajesh Limbasiya