રાજકોટ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રમાબેન મકવાણા અને યુવા ટીમ દ્વારા આયોજીત જસદણ કા રાજા ગણેશ ઉત્સવમાં વેશભૂષા કાર્યક્ર્મ યોજાયો હતો, જેમાં 23 બાળકોએ ભાગ લીધો હતો. જસદણ કા રાજા ગણેશ ઉત્સવમાં ધાર્મિક કાર્યક્રમો સાથે દરરોજ નાસ્તો પણ આપવામાં આવે છે અને નાના બાળકોની સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે અવનવા કાર્યક્રમો પણ રાખવામાં આવે છે, તમામ વિજેતાઓ ઉપરાંત સ્પર્ધકોને પણ પ્રોત્સાહક ઈનામ આપીને તેમનો ઉત્સાહ વધારવામાં આવે છે …
