વિંછીયા

વિંછીયાના વાંગધ્રા ગામ પાસે વાડીના માલિકે મજુર સ્ત્રીની છેડતી કર્યાની વીંછિયા પોલીસ મથકમાં ફરિયાદ

મળતી વિગત મુજબ મૂળ વડોદરા પંથની હાલ વિંછીયાના વાંગધ્રા ગામ પાસે વાડીમાં પતિ સહિતના પરિવાર સાથે રહેતી મહિલાએ વિછીયા પોલીસ મથકમાં વાંગધ્રા ગામમાં રહેતા વાડી માલીક રાજુ દયાળભાઇ કાર્નેટીયા સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે પતિ અને પુત્ર સાથે વાંગધ્રા ગામ પાસે રાજુ દયાલભાઇ કાનેટીયાની વાડીમાં છેલ્લા ચારેક મહિનાથી ભાગીયુ રાખેલ છે. અને કપાસનું વાવેતર કરેલ છે. તા. ૨૪ના રોજ સવારે પોતે પતિ સાથે વાડીમાં ઘરની બહાર ફળીયામાં બેઠા હતા બાદ પતિ કપાસમાં પાણી વાળવા માટે જતા રહ્યા હતા અને પોતે ફળીયામાં એકલી હતી ત્યારે વાડી માલીક રાજુ વાડીમાં આવીને પોતાને કહેલ કે સુરેશ કયાં છે જેથી પોતે કહેલ કે તે પાણી વાળવા માટે ગયા છે તેમ કહ્યા બાદ રાજુ કાર્નેટીયા પોતાની સામે ટગર-ટગર જોઇ બીભત્સ ઇશારા કરતા પોતે તેને આમ કરવાની ના પાડતા છતાં રાજુ પાસે આવી પોતાની મરજી વિરૂધ્ધ પોતાને સ્પર્શ કરવા જતા પોતે ભાગવા જતા પડી જતા પોતાને માથાના ભાગે ઇજા થઇ હતી અને રાજુ પોતાની પોતાની પાસે આવી બાવડુ પડીને કહેલ કે તુ બહુ મસ્ત છો અને દેખાવડી છો’ તેમ કહેવા લાગ્યો હતો. બાદ પાછળ પાછળ આવતો હતો. ત્યારે પતિ વાડીમાં પાણી વાળીને ઘર તરફ આવતા હોઇ પોતે દોડીને તેની પાસે જઇને બનાવની વાત કરતા પતિએ વાડી માલીક રાજુને કહેલ કે અમે મજુરી કરવા આવ્યા છીએ તમે આ શું કરો છો’ કહેતા રાજુએ કહેલ કે હું કવ તેમજ કરવાનું છે. નકર ભાગીયુ ઉભું મુકાવી દઇશ આવા ભાગીયા ઘણાને મુકાવી દીધા છે. કહેતા પતિએ કહેલ કે આતો ખોટું છે” કહેતા વાડી માલીક રાજુ જેમ તેમ બોલીને ઝઘડો કરવા લાગ્યો હતો. અને પતિને ગાલ પર લાફો મારી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદ પોતાને માથામાં દુઃખાવો થતા સારવાર માટે વિંછીયા બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવ અંગે મહિલાએ વિંછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વીંછિયા પોલીસએ વધુ તપાસ હાથ ધરી છે

Related posts

વિંછીયા તાલુકાના પીપરડી ગામેં ઇન્ડિયન આર્મીમાં ટ્રેનીંગ પૂર્ણ કરી પાંચાળની ધન્ય ધરા વતન પીપરડી ગામે પધારી રહ્યા છે, તેમના સ્વાગત અને અભિવાદન રેલી સન્માન સમારોહ નું આયોજન

Rajesh Limbasiya

વિંછીયા: વાંગધ્રા બસ સ્ટેન્ડ પાસે અકસ્માત સર્જાયો લક્ઝરી બસે 10 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને હડફેટે લેતા અકસ્માત

Rajesh Limbasiya

વીંછિયાની ધો.9માં ભણતીછાત્રાનું હાર્ટએટેકથી ચાલુ પરીક્ષાએ મોત થયું

Rajesh Limbasiya