જસદણ

જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ…

જસદણના સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામમાં કાળી ચૌદસના રાત્રી સમયે અંધશ્રદ્ધા અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં
જસદણ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. આઈ. એમ. સરવૈયા સાહેબ અને જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ – પ્રકાશ પ્રજાપતી – એડવોકેટ ( ગુજરાત હાઇકોર્ટ) દ્વારા જસદણ સ્વામી વિવેકાનંદ મોક્ષ ધામની મુલાકાત લીધેલ અને નાગરિકોને અંધશ્રદ્ધા અંતર્ગત માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ અને પી.એસ.આઇ. આઈ.એમ.સરવૈયા સાહેબ જણાવેલ કે લોકોમાં શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અંધશ્રધ્ધાથી દૂર રહેવું જોઈએ તેવો સંદેશો આપેલ તેમજ સ્વામી વિવેકાનંદ મોક્ષધામના પ્રમુખ જે.ડી. ઢોલરીયા તેમજ ધીરુભાઈ છાયાણી તેમજ કમિટી મેમ્બરો દ્વારા આવેલ નાગરિકો માટે ભજીયાનો અલ્પહાર રાખવામાં આવેલ અને દિવાળીની અને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવેલ તેમ એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ તેમની યાદીમાં જણાવેલ છે
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ

Related posts

જસદણના સરધાર નજીક ડેમમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો

Rajesh Limbasiya

જસદણ શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બજારમાં પડેલ ખાડા પુરી બેસણું કરાયું

Rajesh Limbasiya

જસદણ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા જસદણ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Rajesh Limbasiya