જસદણ

જસદણ ન્યાયાલય દ્વારા કમળાપુર ગામે આવેલ શિવમ સ્કુલમાં વિધાર્થીઓ માટે કાયદાકીય-કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ

ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર ગામે આવેલ શિવમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય કાનૂની માર્ગદર્શન માટે લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ.જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ તેમજ રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સહયોગ દ્વારા જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટશ્રી કે.એન.દવે સાહેબ તથા જસદણ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે.એ.સોયા સાહેબના માર્ગદર્શનથી શિવમ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય કાનૂની લીગલ સેમીનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ લીગલ સેમિનારમાં સ્કૂલના સંચાલક જયેશભાઈ ઢોલરીયા અને ચિરાગભાઈ રામાણી તેમજ શિક્ષકગણ તેમજ પી.એલ.વી. યોગેશભાઈ રામાણી હાજર રહેલ.

આ લીગલ સેમિનારમાં વિદ્યાર્થીઓને કાયદાકીય કાનૂની માહિતી માર્ગદર્શન માટે જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ વિભાગના પેનલ એડવોકેટ બી.પી. ધાધલ તથા પ્રકાશ પ્રજાપતી હાજર રહેલ.આ લીગલ સેમિનારના વિદ્યાર્થીઓ કાયદાકીય કાનૂની માર્ગદર્શન તેમજ સાઇબર ક્રાઇમ તેમજ ડિજિટલ અરેસ્ટ અને સરકારશ્રીના વિવિધ ટોલ ફ્રી નંબર તેમજ કોર્ટની લીગલ વિભાગની માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ.

આમ કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને મૂંજવાતા પ્રશ્નો પૂછવામાં આવેલ અને તેના સરળ ભાષામાં જવાબો જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા આપેલ અને સમજાવે.આમ શિવમ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ મેનેજીંગ ટ્રસ્ટી તેમજ શિક્ષકગણે વિદ્યાર્થીઓ માટે લીગલ સેમિનાર કરવા બદલ તેમજ ખુબજ ઉપયોગી માહિતી માર્ગદર્શન આપવા માટે આવેલ જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ બી.પી. ધાધલ તથા પ્રકાશ પ્રજાપતી તેમજ જસદણ ન્યાયાલયનો આભાર વ્યકત કરેલ.

Rajesh Limbasiya ,Jasdan

Related posts

જસદણના ખંડા હડમતીયા ગામ નજીક જુગાર રમતા 9 લોકો ઝડપાયા

Rajesh Limbasiya

જસદણના ભાડલાના રાણીંગપરની વાડીમાં ગાંજાનું વાવેતરઃ 45 છોડ કબજે

Rajesh Limbasiya

આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત “મારી માટી મારો દેશ” કાર્યક્રમની મારા ગામ “ડોડીયાળા” ઉજવણી કરવામાં આવી.

Rajesh Limbasiya