જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ અને બીઆરસી ભવન જેતપુર આયોજિત રાજકોટ જિલ્લા કક્ષાના પ્રાથમિક વિભાગની બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023 જેતપુરમા આવેલ શ્રી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમા આયોજન કરવામા આવ્યુ હતુ. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનનો મુખ્ય વિષય સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તથા આ પ્રદર્શનમા કુલ પાંચ પેટા વિભાગોમાં તાલુકા કક્ષાએથી પસંદ થયેલી શ્રેષ્ઠ ૭૦ કૃતિઓનુ પ્રદર્શન ગોઠવવામા આવ્યુ હતુ. જેમા જસદણ તાલુકાની શ્રી ખાંડા હડમતીયા પ્રાથમિક શાળાના માર્ગદર્શક વિજ્ઞાન શિક્ષક શ્રી ભાવેશભાઈ ડી. સાપરા અને બાળ વૈજ્ઞાનિકો ઝાપડિયા મીરા ભાવેશભાઈ અને બાવળીયા જાનવી ભાવેશભાઈ એ તૈયાર કરેલી વિભાગ ૩ ની કૃતિ સ્માર્ટ એન્ડ ઇનોવેટિવ સિમ્પલ મશીનને આ પ્રદર્શનમા રજુ કરવામા આવી હતી. જે કૃતિ જીલ્લા કક્ષાએ પ્રથમ નંબરે આવી હતી અને હવે આગામી સમયમા સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ તારીખ ૨૨ અને ૨૩ ડિસેમ્બરે શ્રી સ્વામી નારાયણ ગુરકુળ રાજકોટ ખાતે યોજાનાર છે તેમા ભાગ લેવા જશે. તે બદલ આ બાળ વૈજ્ઞાનિકોએ શાળા પરિવાર અને પોતાના પરિવારનુ ગૌરવ વધાર્યું હતુ.તે બદલ શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ અને સર્વ ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
રીપોર્ટ રસીક વીસાવળીયા જસદણ
