જસદણ મુકામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાનપર રોડ જસદણ ખાતે ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની કૃપા અને સંતવર્પ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીમહારાજ તેમજ પ્રગટ ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પદ સ્પર્શથી તીર્થ રૂપ થયેલ જસદણ ગામની ધરા ઉપર ભારતીય સંસ્કૃતિના સનાતન મૂલ્યનું પોતાની સાધુતા દ્વારા સમગ્ર વિશ્વને પરિચય કરનાર વિશ્વવંદનીય સંતવર્ય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તેમજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની કૃપાથી બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર જસદણ ખાતે 13 મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો આ અવસરે સંતો દ્વારા અને 400 હરિભક્તો દ્વારા મહાપૂજા કરવામાં આવી ત્યારબાદ ગોંડલ અક્ષરદેરી મંદિરથી પધારેલ કોઠારી સ્વામી પૂજ્ય દિવ્યપુરુષસ્વામી તથા ગઢડા થી પધારેલ ભક્તિતનયસ્વામી તેમજ સરિંગપુર થી પધારેલ પૂજ્ય ભક્તિસાગરસ્વામી એ કથાવાર્તા નો લાભ આપ્યો હતો, મહાપૂજા અને કથાવાર્તા બાદ આરતી અને ત્યાર બાદ 1200 જેટલા હરિભક્તો દ્વારા મહાપ્રસાદ નો લાભ લીધો હતો, આ 13 મો પાટોત્સવ અવસર પૂજ્ય અમૃતચરણ સ્વામી તેમજ પુજ્ય સત્સંગપ્રિયસ્વામી ના માર્ગદર્શન મુજબ ઉજવાયો હતો. આમ જસદણ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે ભવ્યતા અને દિવ્યતા સાથે 13 મો પાટોત્સવ ઉજવાયો હતો
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
