અમરેલીમા રહેતી એક સગીરાને જસદણ તાલુકાના બરવાળા ગામનો એક યુવક લગ્નની લાલચ આપી બે વખત ભગાડી લઇ જઇ દુષ્કર્મ આચરતા આ બારામા તેની સામે અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. સગીરાની માતાએ અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની 15 વર્ષીય સગીર દીકરીને જસદણ તાલુકાના બરવાળા અને હાલ ગોંડલ રહેતો વિરમ સુખાભાઇ સોલંકી નામનો યુવક લગ્નની લાલચ આપી બારેક દિવસ પહેલા ભગાડીને લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બાદમા તારીખ 17ના રોજ રાત્રીના સમયે આ શખ્સ સગીરાને પ્રતાપપરા રોડ પાસે લઇ ગયો હતો અને દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બનાવ અંગે પીઆઇ ડી.કે.વાઘેલા તપાસ ચલાવી રહ્યાં છે.
